Error message

Notice: Undefined offset: 1 in counter_get_browser() (line 70 of /home/u701406760/domains/drjanmejaysheth.com/public_html/sites/all/modules/counter/counter.lib.inc).

Introduction

Website - Ateet Geet Sangeet
જૂની ફીલ્મોના શોખીન ભાઇઓ અને બહેનો ,
નમસ્તે ; આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ !

અતીત ગીત સંગીત - Ateet Geet Sangeet જે લોકોને જૂની હિન્દી ફીલ્મોના ગીતોનો શોખ છે તેમને માટે ખાસ મેં આ વેબ સાઇટ બનાવી છે . અહીં ૧૯૪૬ થી ૧૯૮૫ ના વરસ સુધીની ફીલ્મોના ચુનંદા ગીતોને પસંદ કરીને આ સાઇટ બનાવવામાં આવી છે. આ મોબાઇલ ફ્રેન્ડ્લી વેબ સાઇટ હોવાથી કોમ્પુટર કે લેપટોપ સિવાય પણ સ્માર્ટ ફોનમાં તમારા મનપસંદ ગીતોને તમે જોઇ તેમ જ સાંભળી શકો છો . આ સાઇટમાં અલગ અલગ વિભાગો છે - ફિલ્મનું નામ અને વરસ, ગીતનાં મુખડાનાં શબ્દો, ગીતકાર, ગાનાર, સંગીતકાર, કેટેગરી વગેરે . આ વિભાગો એકબીજા સાથે સંકળાયલા હોવાથી તમને એક જ ગીત અલગ અલગ ઠેકાણે જોવામાં આવશે - દાખલા તરીકે ૧૯૬૪ માં પ્રસારિત થયેલી રાજ કપૂરની ફિલ્મ ‘ સંગમ ’ નું જાણીતું ગીત ‘ દોસ્ત દોસ્ત ના રહા , પ્યાર પ્યાર ના રહા ’ - અહીં જુદા જુદા વિભાગમાં તમને LYRICS , AUDIO અને VIDEO સાથે જોવા તેમ જ સાંભળવા મળશે -

૧ ) ‘ સંગમ ’ ફિલ્મનાં ગીતોનાં લીસ્ટમાં
૨ ) મુકેશે ગાયેલા ગીતોનાં લીસ્ટમાં
૩) શંકર - જયકિશનના કમ્પોસ કરેલા ગીતોનાં લીસ્ટમાં
૪) શૈલેન્દ્ર અને હસરત જયપુરીએ લખેલા ગીતોનાં લીસ્ટમાં
૫) ફ્રેન્ડશિપ સોંગ્સ કેટેગરીનાં લીસ્ટમાં

આ સાઇટમાં બતાવેલા બધા જ ગીતો કઇં CATEGORY શ્રેણીમાં આવતા નથી તો કેટલાક ગીતો એવા પણ છે જેમનો એક કરતાં વધારે કેટેગરીમાં ગણી શકાય એમ હોવા છતાં અહીં એક જ શ્રેણીમાં ગણવામાં આવ્યા છે - દાખલા તરીકે ૧૯૫૨ માં રજૂ થયેલી વિજય ભટ્ટની ‘ બૈજુ બાવરા ’ ફિલ્મનું એક જાણીતું ગીત ‘ મન તરપત હરિ દશનકો આજ ’ DEVOTIONAL SONGS કેટેગરી માં તેમ જ CLASSICAL SONGS કેટેગરીમાં ગણી શકાય એમ હોવા છતાં અહીં માત્ર DEVOTIONAL SONGS કેટેગરીમાં જ ગણવામાં આવ્યું છે .

આગળ જણાવ્યા પ્રમાણે ૧૯૪૬ થી ૧૯૮૫ સુધીના ચાલીસ વરસનાં ગાળામાં પ્રસારિત થયેલી ૮૭૪ હિન્દી ફિલ્મોનાં ૨૪૪0 ગીતોનો અહીં આ વેબ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે ; આમાં માત્ર કેટેગરી અને મૂવી વિભાગો અપવાદરૂપ છે કારણ કે આમાં ૨૦૧૮ નાં વરસ સુધીનાં ગીતો - આજની પેઢીને પસંદ પડે એવા ગીતોને પણ પસંદ કરી ચૂંટી ચૂંટીને જુદી જુદી શ્રેણીમાં ગોઠવવામાં આવ્યા છે ; ૧૯૮૫ની સાલ પછી મૂવીઝ અને કેટેગરી વિભાગમાં જે કોઇ મૂવીઝ તેમ જ ગીતો પાછળથી ઉમેરવામાં આવ્યા છે તેમને ઉપરની સંખ્યામાં ગણવામાં આવ્યા નથી તેની ખાસ નોંધ લેશો ॰

ફીલ્મી ગીતોની વાત ચાલતી હોય તો વરસોથી ઘર ઘરમાં રમાતી તેમ જ નાના મોટા બધાને ગમતી અને કોઇ પણ ખુશીનાં પ્રસંગે રમાતી મહેફિલોની શાન ‘અંતાક્ષરી’ ની વાત તો કરવી જ પડે ; આ કારણથી જ અહીં રસીક ભાઇ બહેનોની જાણકારી અને મનોરંજન માટે આનો પણ એક અલગ વિભાગ રાખવામા આવ્યો છે જેમાં મોટે ભાગે જૂની ફીલ્મોનાં જાણીતાં અને મને ખાસ ગમતાં ગીતોનો અહીં સમાવેશ કરવામાં આવ્યો છે !

ફિલ્મી દુનિયાના રસીક ભાઈ-બહેનો માટે આ વેબસાઇટમાં બોલીવુડના વિવિધ પાસાઓને આવરી લેતી એક અનોખી બોલીવુડ ક્વિઝ ગેમ પાછળથી ઉમેરવામાં આવી છે. મને વિશ્વાસ છે કે આ અનોખી રમત લગ્નની સંગીત સંધ્યા જેવા શુભ પ્રસંગોએ રમી તેમજ બધાને રમાડીને સૌ આ રમતનો જરૂર આનંદ ઉઠાવશે એની મને ખાતરી છે !

આ સિવાય અહીં એક ગુજરાતી બ્લોગ અને ગીતોનો વિભાગ પણ AUDIO-VIDEO સાથે છે . આ બ્લોગમાં મારી કેટલીક સ્વતંત્ર રચનાઓ ઉપરાંત ઘણાં નામી તેમ જ અનામી લેખકોની કૃતિઓમાંથી વિષયને અનુરૂપ મારા મનગમતા લખાણોનો સહારો લઇને મેં અલગ અલગ વિષયો પર સંકલન કરવાનો સંન્નિષ્ઠ પ્રયાસ કર્યો છે . કેટલાક લેખો એનાં મૂળ સ્વરૂપમાં જ રજુ કરવામાં આવ્યા છે , થોડાક રોગ અને આરોગ્યને લગતા લેખો પણ છે , કોઇ કોઇમાં દરેક માણસને કામમાં આવે એવી ઉપયોગી માહિતી આપવામાં આવી છે , તો થોડી રચનાઓ વર્તમાનપત્રો , સામાયિકો કે ઇન્ટરનેટ વગેરે માધ્યમમાંથી પણ લઇને ગમતાનો ગુલાલ કરવાનો અહીં પ્રયાસ કરવામાં આવ્યો છે . આ બધું મને સમાજમાંથી મળ્યું છે અને સમાજને જ પાછું આપું છું - ‘ તેરા તુજકો અર્પણ ક્યા લાગે મોરા ’ આવી ભાવના સાથે આ બ્લોગ તૈયાર કરવામાં આવ્યો છે . મને આશા છે કે મારો આ ગુજરાતી બ્લોગ અને તેનાં ગીતો વગરે પણ તમને બધાને જરૂર ગમશે !

ડો. જન્મેજય શેઠનાં જય હિંદ .

સરનામું - ડો.જન્મેજય શેઠ ,આશીષ ,૫ સન્મતિ સોસાયટી ,
અકોટા , ગુણાતીત માર્ગ , વડોદરા , ૩૯૦ ૦૨૦ .

Myself ( From Me to Thee )
Name - Janmejay Natwarlal Sheth
Birth Date - 12 - 1 - 1934
Birth Place - Surat
Native Place - Village - Hansot , Taluka - Ankleshwar , District - Broach , State - Gujarat
Caste - Shri Dasha Shrimali (surati) Vanik Mandal , Vadodara
School Education - Modern High School , Sicca Nagar , V . P . Road , Bombay
College Education - Passed B . Sc . ( Hons ) From Wilson College, Chowpatee , Bombay in 1953
Medical Education -Passed G .F. A . M . From R. A. Podar Medical College, Dr . Annie Beasant Road , Worli, Bombay in 1959
Date Of Marriage - 12 - 5 - 1961
Name Of Spouse - Minaxi
Private Practice - 1) Prabhu Nivas, V . P . Road , Bombay
2) Behind Dwarkanath Temple, D’ Sousa Street , Masjid Bundar , Bombay upto 1966
Bombay Residence - Shroff Building, 18 Dr. Wilson Street, Opposite Wilson High School, V . P . Road, Bombay
Shifted From Bombay To Vadodara In Nov. 1966
Vadodara Practice - 1) Dulabhai Complex, Akota , Gunatit Marg , Vadodara
2) Mota Falia , Atladra , Padra Road, Vadodara
Vadodara Residence - "Ashish" 5, Sanmati Society, Akota, Gunatit Marg , Vadodara
Stopped Private Medical Practice and Retired in Nov. 2000
Hobbies -Old Hindi Movie Songs, Gujarati Sugam Sangeet, Reading , Writing and Compilation esp. in Gujarati Literature etc .

CONTACT NOS.લેન્ડ -લાઇન નંબર - 0૨૬૫-૩૫૮૩૩૨૭ મોબાઇલ નંબર - ૯૧ ૯૨૨૮૫૫૬૭૬૮ .